પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧

કે તેનું કુળ નિચું છે, તે વિગ્રહાનંદ તેને પોતાની કન્યાનું દાન શી રીતે આપવા તત્પર થાય ? આથી તે વિચાર વમળમાં ગુંચવાઈ ગયો.

હવે ગુણવંતગૌરીએ સવીતાને જે રીતે જોયો છે તેજ રીતે એક દિવસ સુંદરીએ પણ તેને જોયો. એક દિવસે તે પોતાના ઓટલાપર બેઠી છે તેવામાં સવિતા પોતાના બનેવીની ખબર લેવાને આવ્યો. સવીતાને જોતાંજ સુંદરીના નેત્રો પૂર્ણ પ્રકાશથી તેનાપર આકૃષ્ટ - એક તાર થઈ ગયાં. પ્રણવનો[૧] હંમેશાં એ જ રીતે પ્રારંભ થાય છે. તપાસ કરીને, સ્વભાવ જોઈને, વિદ્યાની પરિક્ષા કરીને કહો કોનો કોના પ્રત્યે પ્રેમ ઠસે છે ? અગ્નિ વાયુનો સ્પર્શ થતાંજ જેમ પ્રજ્વલીત થઈ પૂર્ણ પ્રકાશે છે, કંઇ કાષ્ટમાં રહીને ધુંધવાઈને બળતો નથી, તેમ પ્રેમ દર્શન થતાંજ ઉત્પન્ન થાય છે, ધીરેધીરે પ્રેમ ઉત્પન્ન થયો છે એવું કહો ક્યારે બન્યું છે ?

રોગી મનુષ્ય વિશ્રામ લાભની આશાએ જેટલીવાર


  1. પ્રેમ.