પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨

પાસુ બદલે છે તેટલી તેની નિદ્રા દૂર જાય છે, એજ પ્રમાણે પ્રેમીજન પ્રેમને જેટલો છુપાવવાનો પ્રયત્ન કરે છે તેટલો જ તે પ્રકાશ પામે છે. થોડા દિવસમાં ગુણવંતગૌરી સુંદરીના મનનો ભાવ જાણી ગઈ. પરંતુ સવીતા, તેના બાપના કુળ કરતાં નિચા કુળનો છે, તેથી સુંદરીનાં તેની સાથે લગ્ન થાય એ અસંભવીત છે એવું મનમાં આવવાથી, તેણીએ પોતાની કન્યાને નાના પ્રકારનો ઉપદેશ દઇને સવીતાની વાત મનમાંથી કહડાવી નાંખવાનો પૂર્ણ પ્રયત્ન કરવા માંડ્યો. આ પરથી તે સુંદરીને ઓટલા૫ર પણ બેસવા દેતી નહોતી. કદી તેને કામકાજ વગરની બેઠેલી જોતી તો કાંઇને કાંઈપણ કામ સોંપી દેતી હતી. પરંતુ મેઘના જળનો અટકાવ કરવાની કોની શક્તિ છે ? સુંદરી કોઇ વખતે પણ એકલી પડતી કે તે પોતાના મનમાં અનેક પ્રકારના તર્કવિતર્ક કરીને સવીતાને સંભારતી હતી. તે મનમાં બોલતી કે, “હાય હાય ! માત્ર કુળને માટેજ આવા ભણેલા ગણેલા સાથે મારાં