પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬

એ વાત કાઢી નાંખવાનો પ્રયત્ન નિષ્ફળ નિવડ્યો છે, ત્યારે તેણે પોતાના ભાઇને સવીતાશંકરની વાર્તા પુન: કરી. સવીતા સર્વાંશે સુપાત્ર છે, પણ તેની સાથે સુંદરીને વિવાહ કરવાથી વિગ્રહાનંદના કુળને ખાંપણ આવે તેથી ગુણવંતગૌરી વિચારમાં પડી છે. પણ વિગ્રહાનંદના કુળને ગમે તેમ થાય તેમાં ગુણવંતગૌરીને શું સ્નાનસૂતક છે ? ગુણવંતગૌરીને પુત્ર નથી કે કુળની ખાંપણથી તેને કંઈ હાનિ થાય. તેમ કુળવંતપણામાં-માત્ર નામના કુળવંતપણામાં પરણવાથી તેનો અવતાર એળે ગયો છે, એટલે તે કુળ કરતાં ગુણને વધારે ચાહે છે. કુળ રહેવાથી તેના શોક પુત્રને આબરૂ મળે, તેથી તેને પોતાને તો કંઇ લાભજ નથી, ને કુળના મિથ્યાભિમાનને લીધે તે પોતાની પુત્રીને કોઇ અંધારા કુવામાં નાંખવાનું ડાહાપણ ધારતી નથી. આ વાત તેણે પોતાના ભાઇને કહી.

ગોકુળરાયજીએ પોતાની બેહેનનો આવો વિચાર જાણીને કહ્યું, “કુલીનના કુળનો નાશ કરવો એ