પૃષ્ઠ:Savita-Sundari.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭

મહાપા૫ છે; ને તેમ કરવાનો પ્રયત્ન કરવો એ ઉચિત કર્મ નથી.”

ગુણવંતગૌરીએ કહ્યું, “એમ છે તો ભલે તેમ કરો, કોઇ કુળવંતને મારી પુત્રી પરણાવો; નાંખો કોઇ અંધારા કૂવામાં. પણ જો તમો સર્વે, કોઇ કુળવંત સાથે પણ સુંદરીના વિવાહ સત્વર નહીં કરશો તો પછી હું મારી મરજી પ્રમાણે તેના વિવાહ સવીતાશંકર સાથે કરીશ. હવે હું થોભીશ નહીં, પુત્રી મોટી થઇ છે, તે ચિંતા કરે છે. પુત્રી ને સાપ હવે સાચવવા ભારે છે. હાથી તો દરબારેજ શોભે. હવે સુંદરીને હું કુંવારી જોવાને રાજી નથી.”

ગેાકુળરાયજીએ કહ્યું, “બેહેન, જરાક દશબાર દિવસ થોભો, જ્યારે આટલા દિવસ ગયા ત્યારે દશબાર દિવસમાં કંઇ ખાટુંમોળું થતું નથી. હું એક પત્ર લખીને વિગ્રહાનંદને તાકીદથી પુછાવી જોઊં છું.”

ગુણવંતગૌરી બોલી, “ભાઈ, તું કહે છે તો ઠીક, હું થોભું છું; પણ યાદ રાખજે કે હું હવે