પૃષ્ઠ:Savita-Sundari.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮


બારથી વધુ દિવસ થોભીશ નહીં, તમારે પત્ર લખવો હોય તો લખો, ને તાકીદ કરો. આવતી અક્ષયત્રતિયાનો દિવસ રૂડો છે, મંગળકારી છે, તે દિવસે જો તમો સુંદરીના લગ્ન કરશો નહીં તો હું મારી મરજીથી કરીશ, પણ યાદ રાખજો ભાઇ, કે કોઈ બુઢ્ઢાઠચરા મૂર્ખ, પાંચસાત સ્ત્રીવાળા કુળવંતને મારી એકની એક લાડકવાઇ પુત્રીનું કન્યાદાન આપવા કરતાં હું મારી પુત્રી સાથે જળવાસ કરીશ.”

ગેાકુળરાયજીએ કહ્યું, “બેહેન, તું કહે છે તે ઠીક છે. દશ દિવસ તું જીવને શાંત કરીને બેસ, પછી જેમ ઈશ્વર ઇચ્છા હશે તેમ થશે, હું આજેજ મારા બનેવીને પત્ર લખું છું; ને ધારૂં છું કે દશ દિવસમાં બેશક તે પત્રનો પ્રતિઉત્તર આવશે.”



પ્રકરણ ૩ જું.
કુળ.
દોહરા.
વૃથા નેમ તીરથ ધરમ, દાન તપસ્યા આદ્ય;
કોઈ કામ નવ આવશે, જાણો મિથ્યા વાદ્ય.
જગ રિઝવવા ઠાઠ એ, જપતપ પૂજા પાઠ;
સ્ત્રીનું જ્યાં સન્માન નહીં, એ સૌ સુકા કાઠ.