પૃષ્ઠ:Savita-Sundari.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯

આ વાત આટલેથીજ અટકી. ગોકુળરાયજીએ વિગ્રહાનંદને પત્ર લખ્યો છે, ને તેઓ પ્રતિઉતરની વાટ જુએ છે.

હવે આણી પાસે જેમ સુંદરીના મનમાં, સવીતાના દર્શનથી તેની સાથે લગ્ન થાય તે ઘણું રૂડું એવું આવ્યું હતું, તેજ પ્રમાણે સવીતા શંકરના મનમાં પણ એમ આવ્યું હતું, કે જો આ કન્યા સાથે મારાં લગ્ન થાય તો હું પૂર્ણ ભાગ્યશાળી ગણાઉ. બે ત્રણ દિવસ તો તેને એના એજ વિચાર આવ્યા કીધા, પણ પછી વિચાર કીધો કે સુંદરીને પરણવાની આશા એ બેશક દુરાશા છે. તેનું કુળ ક્યાં ને મારૂં કુળ ક્યાં ? મારા કુળની ખાંપણને લીધે મારા મોટેરા ત્રણે ભાઇઓ પણ કુંવારા રહ્યા છે, તો તેમને મુકીને મને કોણ કન્યા આપે ? પણુ કુળ તે શું ? જેઓ ભિક્ષા માંગીને પોતાનો સદા નિર્વાહ કરે, ત્રણચાર સ્ત્રીઓ સાથે પરણે, ને તેમાંની એકને પણ સુખ આપે નહીં, ઘરમાં રોજ મારામાર, ગાળાગાળ થાય, પૈસાની લાલચ માટે પરણવામાં