પૃષ્ઠ:Savita-Sundari.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦

આવે; પણ સ્ત્રી, જે પોતાનું અર્ધાંગ છે તેની કંઈપણ તમા રાખવામાં આવે નહીં, સ્ત્રીના માનપાન નહીં, સ્ત્રી તરફ સદ્ભાવના નહીં, તો શું અવિદ્વાન, મૂર્ખ, મૂઢ, ઢોર જેવાઓ કુળવાનકુલીન, કુળવંત ગણાય ? જે મનુષ્ય અધાર્મિકકપણાથી અને મિથ્યા કથનથી ધન મેળવે છે, અને જેઓ સદાસર્વદા પરહિંસામાં, પરદ્રોહમાં મચેલા છે, પરનિંદામાં નિમગ્ન રહે છે, પરઆશાપર નિર્વાહ ચલાવે છે, અને જેઓને બીજા જનસમાજમાંથી દૂર હાંકી કાઢ્યા છે તે સર્વે મારી ન્યાતમાં કુલીન ગણાય છે. પાપકર્મમાં પ્રવૃત થતા જેઓ યત્કિંચિત પણ સંતપ્ત થતા નથી, પ્રતિજ્ઞા પાળવામાં બહુ મોળા હોય છે તેવા આજ ને કાલ અમારા બ્રાહ્મણ વર્ગમાં કુલીન ગણાય છે. ઓ દૈવ ! તેં શો આ અનર્થ કીધો છે કે અમારા આર્યજનોને માટે કુળનું મિથ્યાભિમાન પેસાડી દીધું છે.

આ પ્રમાણે સવીતાશંકર પોતાના મનમાં વિચાર કરતો ૫ડેલો છે, ને તે સુંદરીની સાથે