પૃષ્ઠ:Savita-Sundari.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨

વધારે દુર્બળ છે, વધારે નિસ્તેજ છે. જે ઘરમાં, જે કુટુંબમાં, જે જ્ઞાતમાં, જે નગરમાં સ્ત્રીનું સન્માન નહીં તે ઘર, કુટુંબ, જ્ઞાત કે નગર હમેશાં દુર્બળ, નિસ્તેજ ને આપત્તિ વેઠનારૂં રહે તેમાં આશ્ચર્ય શું ?”

થોડીવાર વિચાર કરીને વળી સવીતાશંકરે મનને ધૈર્ય આપ્યું; “જો પરમાત્માએ મારી સાથે તેના બેલા બાંધ્યા હશે તો હું ખાત્રીથી માનું છું કે મારાં લગ્ન સુંદરી સાથેજ થશે, પણ જો મારો ને તેનો સંબંધ કર્તાએજ નિર્માણ કીધો નહીં હોય તો પછી મારે વિના પ્રયોજને સોચ શું કામ કરવો ? પણ જોઉં કે હવે શું થાય છે. હાલ તો મારે મારી છેલ્લી પરિક્ષા પસાર કરવાનેજ મચવું જોઇયે.”

પછી સવીતા પોતાના બનેવીની ખબર લેવાને ગયો. તેના બનેવીનું ઘર નરસિંહજીની પોળમાં હતું. ત્યાં જતાં કર્ણોપકર્ણ કંઈ એવી ખબર મળી કે ગુણવંતગૌરીની ઇચ્છા સવીતાશંકર સાથે સુંદરીના લગ્ન કરવાની છે, ને તેથી તેની