પૃષ્ઠ:Savita-Sundari.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩

આશા દુરાશા નથી એમ તુરત લાગ્યું. અગ્નિ પોતાની મેળેજ શાંત પડી જાય તેમ હતું, પણ તેટલામાં તો ગુણવંતગૌરીએ વાયુનું કાર્ય સારીને દિનપ્રતિદિન તે અગ્નિને વિશેષ પ્રજ્જ્વલીત કીધો. સવીતા, પોતાના બનેવીની ખબર લેવાને પહેલા એકવાર આવતો હતો, પણ હવે તે બે ત્રણ ને ચારવાર આવવા લાગ્યો. સવીતાની બેહેન તેને આવતો અટકાવવા ચાહતી હતી, પણ તે લજજાને લીધે કંઈ બોલી શકી નહીં. સવીતાનો બનેવી આખો દિવસ એકલો પડી રેહેતો હતો, અને નેત્રરોગને લીધે તે કંઇ કામકાજ કરી શકતો નહોતો; તેથી કોઇ તેની પાસે બેસીને વાતચીત કરતું તો તેને ઘણો આનંદ થતો હતો; ને તેથી સવીતા નિત્ય નિત્ય વધારે વધારે આવવા લાગ્યો તેથી તેનો બનેવી પ્રસન્ન થયો ને તેથીજ તેની બેહેન તેનો અટકાવ કરી શકી નહીં. લગ્નની લેહમાં સવીતાનો વિદ્યાભ્યાસ આ રીતે હમણાં તો ઘણોખરો બંધ પડી ગયો. તે કોલેજ માં રહેતો પણ મનમાં એમજ