પૃષ્ઠ:Savita-Sundari.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫

વિલંબ કરવો, તેટલામાં કોઈ કુલીન જમાઈને શેાધી લાવીને તેઓ સત્વર વડોદરે આવશે. ગોકુળરાયજીએ બનેવીનો પત્ર બેહેનના હાથમાં આપીને તેને એક મહિનો થોભવાને ઘણું સમજાવી, પણ ગુણવંતગવરી જાણતી હતી કે જેમ મારા પિતાએ મારૂં અકલ્યાણ હાથે હોરીને મને ખાડામાં નાંખી છે તેમ મારી પુત્રીના હાલ તેનો પિતા કરશે; તેથી તે ઘણી વિમાસણમાં પડી ગઈ. વળી વાતચિતમાં તેણે સવીતાશંકરને કહ્યું હતું કે દશબાર દિવસમાં તમારી આશા પૂર્ણ થશે, તો હવે તેને શું કહેવું ?

પ્રથમ તેણે સવીતાની બેહેનને ઘણી સમજાવી, પત્રનો મર્મ કહ્યો, પણ આ વાત જાણતા તેની બેહેન ઘણી નિરાશ થઇ ને સુંદરી સાથના પોતાના ભાઇના લગ્નની આશા હવે તો તેને પૂરી દુરાશા સમાન સ્પષ્ટ જણાઇ; ને તેથી તેણે આ વાત પોતાના ભાઇને કહી નહીં.