પૃષ્ઠ:Savita-Sundari.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦


તેનો બનેવી બોલ્યો, “સુંદરીની માતા ગુણવંતગૌરીએ પોતાની એક સગી સાથે આ સમાચાર કહાવ્યા છે. તેની તે સગીએ કહ્યું કે ગુણવંતગવરી ઘણા શરમાય છે તેથી આવ્યા નથી, ને મને મોકલી છે.”

આ સાંભળતા સવીતા જડવત્ થઈ ગયો; પણ પછી બેાલ્યો; “શું, લગ્ન નહીં થાય ?"

તેના બનેવીએ કહ્યું, “સુંદરીના પિતાનો પત્ર આવ્યો છે કે તે કોઇ કુલીન વરને લઈને ઘણો જલદી વડોદરે આવશે.”

આ સાંભળી સવીતાશંકરમાં ઉઠવાની પણ આય રહી નહીં; છતાં તે જેમ તેમ કરતા બોલ્યો, “આ વાત તો હું પહેલેથીજ જાણતો હતો કે મારા લગ્ન સુંદરી સાથે કદી પણ થશે નહીં તે તો કોઈ કુલીન સાથે થશે ! કુલીન લોકો પોતાની કન્યા મને કેમ આપી શકે વારૂ ? પણ જ્યારે તેઓ મને પુછતા હતા ત્યારે હું હુંકારો દેતો હતો કે 'ઠીક છે,' બાકી મેં આશા રાખીજ નથી. પણ સુંદરીને કોઈ સુંદર વર મળે તો ઘણું રુડું !"