પૃષ્ઠ:Savita-Sundari.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨


પ્રકરણ ૫ મું.
નિશ્ચય.

કૈસી આફતિસોંદિન જાય.
નિધરક બૈઠી અકેલી ઘરમેં,
રોયં નાહિ અધાય,
સૂનો ગૃહ, સૂનો જગસિગરો,
સૂનો દેહલખાય.

[ રાવકૃષ્ણદેવશરણનો પ્રેમ સદેશો.

આશ્રય વૃક્ષના ભંગ થવાથી આશ્રીત લતાની જેવી દુરાવસ્થા થાય છે, તેવીજ, સવીતાશંકરના વડોદરા છોડવાની વાર્તા જાણવાથી સુંદરીના ચિતની અવસ્થા થઇ પડી છે. જો કે સવીતાશંકર સાથે તેને કદીપણ વાત થઇ નથી, તોપણ તેના જવાથી તેનું હૃદયસુન્ય, ગૃહસુન્ય, ને આ સઘળો સંસાર પણ સુન્યવત્ તેને જણાવા લાગ્યો. તે ભણેલી ગણેલી ને ડાહી હતી, તે જાણતી હતી કે ન્યાત્યાચાર પ્રમાણે તેનો પિતા તેને કોઇ કેહેવાતા કુલીન સાથે પરણાવશે, ને ત્યાં તેને નિરંતર દુઃખમાં દહાડા કાઢવા પડશે. તે જાણતી