પૃષ્ઠ:Savita-Sundari.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩

હતી કે તેની ન્યાતના ઘણા ખરા અક્ષરસુન્ય છે, ને ભૂખના પણ મૂર્ખ છે. તે જાણતી હતી કે સવીતાશંકર જેવા રૂપ ગુણ વિદ્યારત્ન તેની ન્યાતમાં વિરલા છે; ને જો કે તેની માતા ગુણવંતગવરીએ તેને કદી પણ એમ કહ્યું નહોતું કે તેનો વિવાહ સવીતાશંકર સાથે થશે, તો પણ તે જાણતી હતી કે તેની માતા, સ્વાત્મદુઃખાનુભવી છે તેથી તેનો વિવાહ યોગ્ય સત્પાત્ર વિદ્વાન સાથે કરવાને ચુકશે નહીં, ને સવીતાશંકર જેવો સત્પાત્ર ને વિદ્વાન બીજો ન્યાતમાં હમણા નથી તેથી વિશ્વાસ હતો કે આવા ઉત્તમને મુકીને તે કોઇ બીજાને પરણાવશે નહીં. પણ હવે તેના વિશ્વાસનું મૂળચ્છેદ થઇ ગયું છે. તે ઘણી ચિંતાતુર થઇ છે. પણ તે પોતાનો મનોભાવ બનતા સુધી છુપાવવાને ઘણું મંથન કરતી હતી; છતાં તે કોઇપણ પ્રકારે પોતાનું કાર્ય સિદ્ધ કરી શકી નહીં. તેના મનમાં આવ્યું કે આવા યોગ્યને પાને પડી હોઉં તેજ જન્મારે સફળ થશે એવું દ્રઢ ઠસ્યું હતું, તેથી સવીતાને જોવાને તે જેમ પહેલા