પૃષ્ઠ:Savita-Sundari.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯

હવે સવિતા ને સુંદરીનોજ હાથેવાળો મળશે. કદાચ ન્યાતવાળા આ બાબતમાં મને ને તમને પુછવાના તો નથીજ, પણ પુછે તો જે ભવિષ્ય હશે તે થશે, પણ આ વાર્તાનો મેં દ્રઢ ઠરાવ કીધો છે."

ગુણવંતગારીએ મનમાં એમજ વિચાર કીધો કે તે પોતાની એકનીએક પુત્રી, ભણેલી ગણેલીને સંસારમાં સુખી કરી શકે નહીં, તે પછી તેના જીવવાનું ફળ શું ? કુલીનપણાના સંબંધને લીધે, તે પોતે, પોતાના સ્વામિના સંબંધમાં, છતે ધણીએ વૈધવ્ય અવસ્થાનું જ દુ:ખ ભોગવતી હતી, તો શું તે આ પ્રમાણે પોતાની વહાલી દીકરીને પણ તેની સુકુમાર અવસ્થામાં આવાજ દુ:ખની ભેાક્તા કરશે ? નહીંજ.

કુલની વાર્તામાં વાસ્તવિક રીતે જોતાં આપણું આર્ય ગૃહરાજ્ય બહુ અસ્તાવસ્તા થઇ ગયું છે. બ્રાહ્મણોમાં કુળ તો પેહેલું ને પહેલું, પછી બીજા ગુણ જોવામાં આવે છે. કુલીન મૂર્ખ હોય તો પેહેલો પુજાય છે, કેહવાતો અકુલીન સત્કાર પાત્ર