પૃષ્ઠ:Savita-Sundari.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧


કરતા સુખાભિમાન ને ગુણાભિમાન વધારે હતું ને તે સત્ય, અભિમાન, નહીં કે ટાપટીપીયું. તેથી તેણે સવીતા જેવા ભણેલા ગણેલા સાથે પાતાની પુત્રીનો વિવાહ કરવા યોગ્ય ધાર્યો, ને તે માટે કેટલાક વિદ્વાનોની છુપી સલાહ લીધી. કેટલાક સમજુક ન્યાતિલાની પણ સલાહ લીધી, પણ આ વાત તેણે ઘણી ગુપ્ત રાખી. કેમકે ન્યાતમાં ચગોવગો થાય તો તેની ધારણા પાર પડે નહીં; અને તેથી આ વાતથી પોતાની પુત્રીને પણ અણજાણ રાખી.



પ્રકરણ ૬ ઠું.
કુલીન જમાઈ.

મર્કટ બદન ભયંકર દેહી,
દેખત હૃદય ક્રોધ ભાતેહી;
દેખિ શિવહિસુરતિય મુસકાહીં,
બરલાયક દુલહિન જગ નાહીં.”
[માનસરામાયણ.

જે દિવસે ગુણવંતગૌરીએ સવીતાશંકરને પત્ર