પૃષ્ઠ:Savita-Sundari.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩

નસકોરા એવા તો પહોળા થઈ ગયા હતા કે તેમાં સવાશેર તપખીરનો હીસાબ લાગે નહીં; ને તપખીરના સડાકા લેવાથી પેલી કહેતી પ્રમાણે 'સુંઘે તેના લુંગડા' પણ તપખીરીયા રંગના થઈ ગયા હતા. એકાદ ચપટો તપખીરનો ભરતા તે વેળાનો તેમના મોઢાનો ઘાટ જોવા જેવો થતો હતો. નાકમાંથી પાણી તો ટપકતું જારીજ હતું, ને મોઢામાંથી લાલ ગળે તે તો જૂદીજ. ઉમ્મર તો ઝાઝી નહોતી, પચાસ પંચાવનને પહોંચી ગયા હતા !! આવા કાંતિવાન્ છતાં તેઓ કુલીન હતા. તેમના દાદાના દાદાએ સોમયાગ કીધો હતો, ને ખંડેરાવના બાપ શિયાજીરાવના વખતમાં તેઓ સાત બાબાસાઇએ ગામનું શાસ્ત્રીપણું કરતા હતા, ને પચાસ વરશપર એમના એકાદા વડવાને જ્યોતિષશાસ્ત્ર સારૂ જાણવાને માટે વરસદહાડે બાબાસાઈ ૬૦નું વરસાસન શરૂ થયું હતું. આજે તો તેમાં બાર ભાગ પડી ગયા હતા. વળી વિઘ્નસંતોષીરામના પરદાદા ઔદિચ જ્ઞાતના પટેલ હતા ને ન્યાતમાં કરતા કારવતા પણ ગણાતા હતા; અને તેથી