પૃષ્ઠ:Savita-Sundari.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮

પાણી ભરવાને દલણા દલવા આવે ? વાતમાં કંઇ વિસાત નથી, મને ત્રણસો રૂપયા રોકડા આપશો ને બાકીનો સામાન આપશો તો બસ! જે આપણી ન્યાતનો ચાલ છે તેજ હું માંગું છું, ને તે મળશે તો પછી મને કશો વાંધો નથી. હું કંઇ વધારે માંગતો નથી. મારી પહેલી ધણીયાણી, મૂર્ખારામની દિકરી સાથે લગ્ન થયા ત્યારે તે દાયજામાં આઠસો લીધા હતા, આ છેલ્લી આવી ત્યારે પણ પાંચસો રોકડા ને બસોનો માલ આપ્યો હતો; આ તો હમણા તો તમારી અવસ્થા જોઇને કમમાં કમ કહ્યું છે.

વિગ્રહાનંદે તેને ઘણો સમજાવીને બસો રોકડા ને સોનો માલ આપવાનો ઠરાવ્યો; તે પછી તેઓને ઘેરથી જાન લેઇને આવવાને કહ્યું, જાનમાંતો ત્રણ જણ હતા એટલે તુરત સૌને સાથે લૈને વડોદરે આવ્યા. કાર્તિક સુદ ૧ર ના શુભલગ્ન ઠરાવ્યા હતા. વિઘ્નસંતોષીરામ રેલ ગાડીમાં બેસતાંજ વિચાર કરવા લાગ્યા કે મારે સાસરે જતાં આજે તો ઘણે દિવસે કંસારના થશે;