પૃષ્ઠ:Savita-Sundari.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯

સારૂં સન્માન થશે, ને મને જોતાંજ સાસુજી રાજી રાજી થઈ જશે. પણ આ આશા કેટલી ફલીભૂત થઈ તે જોવાનું છે.



પ્રકરણ ૭ મું.

સોચના.

વહ સુંદર રૂપ વિલોકી સખી,
મન હાથ તે મેરો ભગ્યો સો ભગ્યો;
ચિત્ત માધૂરી મૂરતિ દેખતહી,
હરિચંદ જૂ જાય પગ્યો સો પગ્યો;
મોહિ ઔરનસો કછૂ કામ નહીં,
અબ તો જો કલંક લગ્યો સો લગ્યો;
રંગ દૂસરો ઔર ચઢૈગો નહી,
અલિ સાંવરો રંગ રગ્યો સો રગ્યો.
[પ્રેમમાધુરી.

વિગ્રહાનંદ જમાઈરાજને તેડીને આવ્યા તે ખબર સુંદરીને તેની સખી મેાતીગવરીએ આપી. આ સમાચાર જાણતાંજ સુંદરીના હોંસ કોશ ઉડી ગયા; કેમકે તે માનતી હતી કે તેના પિતાએ જે મંગળમૂર્તિ પસંદ કરી