પૃષ્ઠ:Savita-Sundari.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦

હશે તે તેના સંસારને દુ:ખ દાવાનળ સમાન કરવાને બસ થશે. જેવા તેના પિતા ઘરમાં આવ્યા તેવીજ તે પડશાળમાં આવીને પોતાના પિતા, જેના દર્શન જન્મ પછી બીજીવાર આજેજ થયા તેના, અને પોતાના ભવિષ્યના પતિના દર્શન કીધાં કે તે એકદમ બાવરી બની ગઈ. તે તુરત પોતાના ઓરડામાં એકાંતે ગઈ ને એકદમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, તેટલામાં તેની સખી મોતીગવરી પણ આવી પહોંચી. તેણે સુંદરીને સોડમાં લઈ શાંતિ આપવા માંડી, પણ સુંદરીનું હૃદય ભરાઈ આવ્યું હતું, અને તેણે પોતાની માતાનું દુ:ખ જોયું છે એટલે તે જરા પણ ધૈર્ય ધરી રહી નહીં, તે બોલી, “બેહેન મોતી, તું શું મને હવે ધૈર્ય આપે છે? આ મારો મનખો તો હવે એળે ગયોજ સમજજે. મારા પિતા, કોણ જાણે મારા કીયા જન્મના શત્રુ છે, તે આજે મને દુ:ખ દાવાનળમાં હડસેલી પાડીને કૃત્કૃત્ય થવા ઇચ્છે છે. રે હું મરી ગઈ હોત તો ૫ણ વધારે સારૂં થાત. મારૂ ભણ્યું ગણ્યું