પૃષ્ઠ:Savita-Sundari.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧


સર્વે અવસ્થા ગયુંજ તે હવે હું સારી રીતે સમજુ છું. મારા દુ:ખનો કશો પણ આરો આવે તેમ નથી."

મોતીગવરીએ કહ્યું, “પણ આમ શોક કરવાથી કંઇ આવેલું સંકટ જવાનું છે. તેનો ઉપાય કરવો જોઇએ. ધીરજ એ સઉથી મોટી વસ્તુ છે. ધૈર્ય ધર ને ઉપાય કર.”

સુંદરી બોલી, “ શું ઉપાય કરૂં ? હું જાણું છું કે મારી જ્ઞાતિમાં સવીતા જેવા સારા ભણ્યા ગણ્યા ઘણાજ થોડા છે, ને તેની સાથે મારા લગ્ન થયા હોય તોજ હું સુખ પામું તેમ છે. પણ ઓ ઈશ્વરા ! ઓ નોધારાનાઆધાર, કરુણાસાગર, દયાસિંધુ, તું આ વેળા મારી કંઇ સહાય કરશે નહીં ? જો તેં મને આટલે સુધી જ્ઞાન આપ્યું નહોત, ભણાવી નહોત, જો તેં મને જ્ઞાનચક્ષુ આપ્યા ન હોત, જો તેં મને આંધલીજ રાખી હોત તો બેશક હું મારૂં જીવન આ મારી બીજી બેહેનો પેરે ગમે તેમ ગાળત, પણ તેં મને સમજણ આપી, સારા નરસાની પરીક્ષા કરવાની શક્તિ આપી,