પૃષ્ઠ:Savita-Sundari.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩

ઉદાસ થઈ ગઈ. તેણીએ પહેલા તો એમજ ધાર્યું હતું કે તેના ધણી, કંઇ નહીં તો, સવીતાથી શ્રેષ્ઠ તો નહીં, વિદ્વાન તો નહીં, પણ કોઈ તરૂણને પોતાની દિકરીને માટે પસંદ કરી આવશે; પણ આ વિઘ્નસંતોષીરામના જેવા જમાઈજી આવશે એવું તો તેના સ્વપ્નામાં પણ નહોતું. કદાચ સવીતાશંકરને ગુણવંતગૌરીએ જોયો નહોત તો તે આ વિઘ્નસંતોષીરામને નિરખી આટલી બધી કોપાયમાન ન થાત એમ નથી. પણ આ જમાઈરાજની સુંદરતા, વિદ્વતા સર્વે જોઈને તેને તો પગથી તે માથા સુધી આગ લાગી. કન્યા રૂપગુણ સર્વેમાં શ્રેષ્ઠ હતી, ત્યારે વરરાજા કોઈ મહામૂર્ખ શિરોમણી જણાતા હતા; તેમાં એકવાર સવીતા જેવા ગુણસં૫ન્નને જોયા પછી આવા અપાત્રને, કેવળજ અપાત્રને, પોતાની કન્યા આપવી તેના કરતા વિશ્વામિત્રીમાં ઝંપાપાત કરાવવો ગુણવંતગૌરીને વધારે યોગ્ય લાગ્યો. જ્યારે સારો જમાઇ મળે ત્યારે નઠારાને કોણ પસંદ કરે ? અને