પૃષ્ઠ:Savita-Sundari.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬

મળે તે પછી તારો, મારો ને તારા પિતાનો શો ઇલાજ છે ?

સુંદરી - ઓ મા, તું કુળની વાત પડતી મૂક, ને મારા કોઇ સુપાત્ર સાથે લગ્ન કર. કૂળ કૂળ શું કુટ્યા કરે છે ? જેનામાં સ્ત્રી પોષણનું સામર્થ નથી, જેણે એક બે નહીં પણ અગિયાર મારા જેવી કુંવારકાઓના ગળા પર છરી ફેરવી છે, જે એક રીતે સ્ત્રી હત્યારો છે, બાળ હત્યારો છે, જે ભિક્ષા માંગીને મહાકપટે પેટ ભરે છે, જે વલી વૃધ્ધ, વળી કુરૂપ, વળી પતિ ધર્મ નહીં જાણનાર એવો છે, તેને તું શું કુલવાન કહે છે ? અરે ! એવા કુળવાનના કુળપર આગ લાગે, એવા કુલવાનને જે પોતાની નિર્દોષ કન્યા પરણાવવાની ઇચ્છા કરે છે તેનાપર પ્રભુનો કોપ ઉતરે.

ગુણવંતગવરી - પણ મારાથી કંઇ થઇ શકે તેમ નથી તેનું કંઇ? હું શું કરૂં ?

સુંદરી - મને ન પુછ, તારા મનને પુછ. નહીં તો હું તને ખાત્રીથી જણાવું છુ કે આવા મનુષ્ય સાથે પરણવા કરતા હું મારો દેહ ત્યાગ