પૃષ્ઠ:Savita-Sundari.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮


મા તરત ચાલી ગયા પછી બંને સખી એક બીજીને પ્રેમથી ભેટી. મેાતીગવરીએ કહ્યું, “જો તું ધૈર્ય ધરશે તે હવે હું તારી માતાને સમજાવીને કોઇપણ પ્રકારે તને સુખ મળે તેમ કરીશ. તું ઈશ્વર સ્મરણ કર, ને તેનાપર આસ્થા રાખ."

પછી બંને જણીઓ છુટી પડી. જો કે હજી સુંદરીને ધીરજ નહોતી, પણ તેના મનમાં કંઇ કંઈ આશાના ચિહ્ન દેખાતા હતા.



પ્રકરણ ૮ મું.
સ્વપત્નિ સંભાષણ.
[૧]सुहृदां हितकामानां य:शृणोति न भाषितं
विपदोनिहितातस्य-

સવીતાની બહેનનું નામ મધુરિમા છે, અને તેના બનેવીનું નામ મદિરાનંદ છે, મંદિરાનંદની


  1. * જે હિતકારી મિત્રોનાં વચન સાંભળતો નથી તે વિપદથી પીડાયલોજ છે.