પૃષ્ઠ:Savita-Sundari.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પડ્યું. મધુરિમા ગૃહકાર્ય કરવામાં, ઐાષધ વગેરે તૈયાર કરવામાં, રાંધવાસિધવામાં રોકાઇ રહેતી તેથી તે પોતાના પતિની પાસ બેસીને વાતચિત કરે તેટલો તેને અવકાશ મળતો નહોતો. સવીતા જે દિવસે વડોદરા છોડી ગયો તે દિવસ તો જેમ તેમ કરતાં મંદિરાનંદે કાઢ્યો, પણ બીજે દિવસે ગમતું નહીં હોવાથી તેને એક પુસ્તક વાંચવા હાથમાં લીધું. તેણે મનમાં ધાર્યું કે બે ત્રણ પાના વાંચ્યા પછી પુસ્તક મુકી દઇશ, પણ તેના દુર્ભાગ્યને લીધે પુસ્તક એવું તે રસમય હાથમાં આવ્યું કે તે પુરૂં કરવા વગર હાથમાંથી મુકવું ગમ્યું નહીં. ગ્રંથ સવારના આઠ નવ વાગે વાંચવા શરૂ કીધો, તે ઠેઠ રાતના દશ વાગતા સુધી વાંચવા જારી રાખ્યો. મધુરિમાએ વારંવાર, વાંચવાને અટકાવ કીધો, પણ મંદિરાનંદે કહ્યું, “હમણા મૂકી દઉં છું. મને વાંચતાં કંઇ કષ્ટ થતું નથી, તો શી હરકત છે ? વાંચ્યા વગર આંધળા માફક હું કેટલા દિવસ ગાળું; પણ હમણા મુકી દઇશ.” આ રીતે સ્ત્રીના કેહેવાને