પૃષ્ઠ:Savita-Sundari.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧

નહીં ગણકારતાં પુસ્તક વાંચ વાંચ કીધું ને પુરૂં કીધા પછી તે હુલ્લાસ ચિતે સુઇ ગયો, ને તેને તે સમે કંઈ પણ દુઃખ જેવું જણાયું નહીં, પણ પાછલી રાતના આંખમાં દુ:ખવા માંડ્યું, ને તેના નેત્ર ઉઘડી ગયાં. નેત્ર ઉઘાડીને ચારે તરફ જોવા માંડ્યું તો જણાયું કે તેની આંખે કંઇ દેખાતું નથી. જેમ તેમ કરતાં તો રાત કાઢી, બીજે દિવસે ડાકતરને બોલાવ્યા તો તેને આંખ જોઇને કહ્યું કે એ આંખ હવે કદી સારી થશે નહીં. પણ આ બીજી આંખને સુધારીશું તો તેથી માત્ર દેખાશે. મંદિરાનંદ ડાક્તરની વાત સાંભળીને રડવા લાગ્યો, ને મધુરિમા પણ તેને તે પ્રમાણે રડતા જોઇ રડવા લાગી, પછી ડાકટર તેઓના મનને શાંત કરીને ગયો, અને મંદિરાનંદ રડતાં રડતાં બોલ્યો, “આટલા દિવસ દુઃખ ભોગવી પાછા અંધા થયા, એ પણ દૈવજ તે ! હવે આ આંખે કંઈ પણ સુજશે નહીં. મધુરિમા, તેં મને ઘણું કહ્યું પણ મેં માન્યું નહીં; હવે હું કોને દોષ દઉં?”

મધુરિમાએ રડતાં રડતાં કહ્યું, “હવે એ વાતનું