પૃષ્ઠ:Savita-Sundari.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨

સ્મરણ કરી, રડવાથી શું લાભ છે ? એથી કંઇ આવેલું સંકટ ટળવાનું છે, અદૃષ્ટમાં જે લખ્યું હશે તે થયું !”

મંદિરાનંદ બોલ્યા, “મધુરિમા, એમ નથી; તારી વાત નહીં માનીને મેં જેજે કાર્ય કીધાં છે તેમાં અનિષ્ટજ થયું છે. તું મિથ્યા અદૃષ્ટને દોષ દેછે, વાસ્તવિક કહું તે તારૂં કહ્યું માન્યું નહીં, એજ મારો માટે દોષ છે.”

મધુરિમા મંદિરાનંદના પલંગ પર બેસીને, તેના નેત્રના અશ્રુને પોતાના લુગડાના પાલવથી લુછતી બોલી, “પ્રાણનાથ, આપ વિનાપ્રયેાજને હવે સંતાપ કરો છો. અદૃષ્ટમાં લખ્યું હતું તેથીજ આપે મારૂં કહેવું માન્યું નહીં, તે પછી આ દૃષ્ટિ એ વિના બીજું શું છે? અદૃષ્ટોનો લેખ કોઇ પણ ફેરવી શકતું નથી.”

મધુરિમાનું આ પ્રમાણેનું બેાલવું સાંભળીને મંદિરાનદ થોડીકવાર અબોલ રહ્યા. પછી કહ્યું, “મધુરિમા, શું હવે મને કંઈપણ સુઝશે નહીં ?”

મધુરિમા રડતી રડતી બોલી, “જો એકની