પૃષ્ઠ:Savita-Sundari.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫


પતિનો પ્રેમ નિહાળી મધુરિમા કંઇપણ બોલી નહીં, પણ માત્ર ગદગદિત થતાં રડવા લાગી.



પ્રકરણ ૯ મું.

હઠ.

તુમસહિત ગિરી તેં ગિરૌપાવક,
જરૌ જળ નિધિ મહંપંરો;
ઘર જાઉં અપજશ હોઉ જગ,
જીવત વિવાહ ન હૌં કરૌં.”
[માનસરામાયણ.

કુળવાન કરતા ગુણવાન શ્રેષ્ટ છે. ગુણવાન સ્વાશ્રયી છે, કુળવાન પરાશ્રયી છે, કુળવાનના કુળની ગણના ક્ષુદ્રસમાજમાં છે, ગુણવાનના ગુણની ગણુના સજ્જનસમાજમાં છે.

વિઘ્નસંતોષીરામ કુળવાન હતો, પણ ગુણવાન નહોતો. ગુણ તેનામાં એક પણ એવો નહોતો કે જેથી તેના તરફ કોઇની સદ્દભાવના થાય; અને સદ્દભાવના વિના સર્વ મિથ્યા છે. વિગ્રહાનંદ પોતાની પુત્રીના વિવાહ માટે ઘણા ઉત્સુક હતા, પણ વિઘ્નસંતોષીરામ તો રૂપીયા માટે પરણવા