પૃષ્ઠ:Savita-Sundari.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯


પણ વિગ્રહાનંદે, વિઘ્નસંતોષીરામનું કહેવું સાંભળીને કહ્યું, “તમને તો કન્યા પરણાવે ત્યારે પછી તમારે ઘેર લઇ જશો કે પહેલાથીજ ? જે વાત થાય છે તેપરથી ખુલ્લું જણાય છે કે તમારે આવેને આવેજ મોઢે પાછા જવું પડશે.”

થોડીવાર ચૂપ રહીને વિઘ્નસંતોષીરામે કહ્યું, “ શું એ સ્ત્રી નહીં મળે તો તેથી કંઇ અમને અડચણ પડવાની હતી ? નહીંજ. પણ પંડિતજી, તમારે બારણે આવેલો જમાઇ પાછો ફરે તેમાં તમારી સાત પેઢીની આબરૂ જશે. લોકો મને તો શું પણ તમને ઘણા ધિકકારશે, કે બૈરી આગળ ભટ્ટજીનું ચાલ્યું નહીં. તમારી ઇચ્છા હોય તો બસો રૂપીયા આપવા કહ્યા છે તેમાં કંઈ ઓછું કરો, પણ આપણા બંનેની આબરૂ જતી રાખો.”

વિઘ્નસંતોષીરામ રૂપીઆની જેવી કીંમત સમજતા હતા તેથી વધારે બીજુ કોઇકજ સમજતું હશે. તેણે રૂપીઆને વાસ્તે અગીઆર કન્યા સાથે લગ્ન કીધા છે, ને આજે આ બારમી પરણવાને