પૃષ્ઠ:Savita-Sundari.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦

આવ્યા છે તે પણ રૂપીયાજ વાસ્તે. રૂપીયા તો તેનું જીવન છે. તેથી દાયજામાં એાછા રૂપીયા લેવાનું કહેવાથી ગુણવંતગવરી પોતાની કન્યાનું તેને કન્યાદાન આપશે એવો તે વિચાર કરે તેમાં આશ્ચર્ય નથી. વિગ્રહાનંદ પણ સારી રીતે સમજી ગયા કે વિઘ્નસંતોષીરામ એાછા રૂપીયા લઇને કેમ પરણવા તૈયાર થયા છે. તેથી વિઘ્નસંતોષીરામને પરણવાનો વિશ્વાસ આવે તેવા હેતુથી બોલ્યા; “તે લોકો આજ તો ધણીરણી છે, તેથી એવા દશ પાંચ રૂપીઆના એાછા વત્તાથી કંઇ સમજશે નહીં.” વિગ્રહાનંદના મનમાં એમજ હતું કે આ ચતુર કોડીલા કુલીન વરરાજા, વગર પહેરામણીએ પરણવાનું કહેતો બહું અચ્છું થઈ જાય.

બન્યું પણ તેમજ થોડીવાર વિચાર કરીને વિઘ્સંતોનષીરામ બોલ્યા, “મને તો પરણવાની આવશ્યકતા છે, ને હું પરણવાને આવ્યો છું; પૈસા લેવા આવ્યો નથી. જો હું લગ્ન કર્યા વગર જાઉં તે લોકોમાં મારી ઘણી ફજેતી થાય, ને મારા કુળને મોટી હીણપત લાગે, તેથી જો