પૃષ્ઠ:Savita-Sundari.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩

ગુણવંતગૌરી પૂર્વાપેરે ક્રોધથી બોલી, “મને કુળની કંઇ જરૂર નથી, મને ગુણની આવશ્યકતા છે, કુળ નહીં રહેવાથીજ મારી પુત્રનું કલ્યાણ થશે. મારા પિતાએ કુલીનને પરણાવી છે તેથીજ મારે યાવત્ જીવન દુ:ખ ભોગવવું પડે છે, તે શું તમે નથી જાણતા ? કુળ, કુલીન, કુળવાન એ શબ્દને અનુસરીને હું મારી પુત્રીને ચિરકાળ દુ:ખના ખાડામાં નાંખવા નથી માગતી; મારી પુત્રીનું કલ્યાણ ઇચ્છવું એ મારૂં કામ છે, ને તેથી હું કુળને નહીં પણ ગુણને અનુસરીશ.”

વિગ્રહાનંદ થોડીવાર ચૂપ રહીને બોલ્યો, “તને શું દુ:ખ છે ? તને શી વાતની કમીના છે ?”

ગુણવંતગૌરી અત્યંત ક્રોધ કરીને, મોઢું ચઢાવીને બોલી; “ શું દુ:ખ છે ? શી કમીના છે ? બોલો, મને શું સુખ છે ? તમારે પાલવે પડી મેં શું સુખ ભેાગવ્યું છે ? કીયું દુ:ખ મને નથી કે શું દુ:ખ છે તેમ પૂછો છો? સાંભળો: મને દુ:ખ એ છે કે મારા પિતાએ છતે ધણીએ મને