પૃષ્ઠ:Savita-Sundari.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫


પ્રકરણ ૧૦ મું.
પ્રતિજ્ઞા.
कार्यवासाधयेवं शरीरंवापातयेवं ।
'કાર્ય ફળો કે દેહ પડો.'

વિગ્રહાનંદે નક્કી માન્યું કે તેની સ્ત્રી તેના કુળને કલંક લગાડશે, ને તેથી તેના હાથમાં હવે માત્ર એકજ ઉપાય બાકી રહ્યા હતો કે અન્ન ત્યાગ કરી 'ધરના' કરવું. આવો ઉપાય કરવાનો નિશ્રય કરીને તે ઓરડાની બહાર આવ્યો.

વિગ્રહાનંદ સામ્પ્રત કાળની અંગ્રેજી રીતભાતથી કમનસીબ હતો, ને તે સ્ત્રીને તાડન કરવામાં, અ૫શબ્દ કહેવામાં કંઈ કચાસ રાખે તેવો ન હતો. તેના મોઢામાં બીજી સરસ્વતિનો તો ટોટો હતો, પણ આ સરસ્વતિ તો જીવ્યહાગ્રે હતી. પણ શું કરે ? તેના બાપના ઘરમાં તેની સ્ત્રી નહોતી રેહેતી ને આજ સુધીમાં કોઈ દિવસે તેણે સ્ત્રી પુત્રીની કઈ દરકાર પણ કીધી નહોતી. ગુણવંતગવરીએ