પૃષ્ઠ:Savita-Sundari.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭

નહીં લેવાનો વિચાર બતાવ્યો એ માટે તે પસ્તાવો કરતો હતો. તેણે વિચાર્યું કે, “હાય હાય ! આવતી લક્ષ્મીનો તિરસ્કાર કીધો ! કેવો મૂર્ખ ! પણ હવે શું કરૂં?" આવો વિચાર કરતો હતો, તેટલામાં વિગ્રહાનંદનું ચિંતાતુરચિત જોઈને તેનું ચિંતાદગ્ધ હૃદય શિતળ થયું. તે મુખમુદ્રાપરથી પર્ખી ગયો કે કાર્ય સિદ્ધ નથી થયું. ને વગર પૈસે પરણાવવાને જે ના પાડે છે તો પૈસા આપીને પરણાવે એવા ઓવાઈના કોણ હોય? તેથી પૈસા નહીં લેવાનું કહ્યું તેમાં કંઈ ખોટું થયું નથી, એમ હવે તેને લાગ્યું.

વિગ્રહાનંદ તો ફીકરમાંને ફીકરમાં પડશાળમાંજ સુઇ ગયા. પાછા વિઘ્નસંતોષીરામ બેાલ્યા, “પંડિતજી, કેમ શી ખબર છે ?"

વિગ્રહાનંદ દીનસ્વરથી, ગળગળે સાદે બોલ્યા, “તે કપાતર નથી માનતી. તે કોઈ રીતે નથી સમજતી. તેને તો પ્રતિજ્ઞાજ કીધી છે કે મારા કુળને કાલપ લગાડવું, તો હવે મારી પણ પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી તે મારી વાત સ્વીકારે નહીં ત્યાં સુધી અન્નાહાર તજીને દેહ ત્યાગ કરવો. જે