પૃષ્ઠ:Savita-Sundari.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮

બને તે ખરૂં ? શું હું મારા કુળને લાંછન લગાડીશ? જે કુળને માટે હજારો મનુષ્યો તરફડી મરે છે, તે કુળપર હું પાણી ફેરવવા દઇશ નહીં.”

વિઘ્નસંતોષીરામ કંઇક ચિંતા કરીને બેાલ્યો, “ત્યારે શું મારે પણ અન્નપાણીનો ત્યાગ કરીને બેસી રહેવું પડશે ? અને મારી સાથવાળાના શું હાલ થશે ? મારી ફોઈ ને મારી બેહેનોને પણ ભુખે મરવું પડશે ? ”

વિગ્રહાનંદે કહ્યું, “નહીંરે, નહીં, તમારે શા સારૂં અન્નપાણી ત્યાગવા જોઈયે ? તમે તમારે સારી રીતે ખાવોપીઓ ને મઝા કરો. તમારી સાથના જાનવાળાને પણ હરકત પડશે નહીં.”

એટલામાં ગોકુળરાયજી આવ્યા ને વિગ્રહાનંદને કહ્યું કે સ્નાન માટે ઉઠો.

વિગ્રહાનંદ બોલ્યો, “હું નાહીશ પણ નહીં, ને ખાઈશ પણ નહીં, પણ અન્નપાણીનો ત્યાગ કરીને તમારે બારણે દેહ ત્યાગ કરીશ, હું તમને બ્રહ્મહત્યા આપીશ ને તમારી બેહેનને રંડાપો આપીશ. શું તમે બધા મળીને મારા કુળને