પૃષ્ઠ:Savita-Sundari.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦

તારા વિચારથી વિપરિત હું નહીં વર્તિશ, પણ તું એક વાર એમ કહે કે હું વિઘ્નસંતોષીરામને કન્યા આપીશ, ને ત્યારેજ અમારા પણ પ્રાણ બચે, ને અમારે બારણે બ્રહ્મહત્યા થતી અટકે!”

ગુણવંતગવરીએ કહ્યું, “તમે જેમ કહેશો તેમ કરીશ, પણ યાદ રાખો કે કુળવાન કરતાં ગુણવાન વર ઘણો સારો છે, પણ કહો, હું જેમ કહીશ તેમ તમે કરશો ?”

ગોકુળરાયજીએ કહ્યું, “બેશક કરીશ.”

ગુણવંતગવરીએ કહ્યું, “તો જાઓ, જેમ કાર્ય થતું હોય અને જે રીતે તે ખાય તેમ કરો.

ગુણવંતગવરીએ ગોકુળરાયજીની પાસે શું વચન લીધું તે હવે પછી જણાશે. પણ તુરતતો તેણે બનેવીનું શાંત્વન કર્યું એટલે તેઓએ સ્વસ્થ થઈને અન્નપાણી લીધા.