પૃષ્ઠ:Savita-Sundari.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩

છે ? હોયજતો ! આજ પુરૂષના રૂડાવાના ! પણ હું જો આપ પેરે આંધળી હોત તો મારા રેહેવાથી કશી અડચણ પડનારી નહોતી.” મંદિરાનંદે દાસીની વાત સાંભળી કહ્યું, “જા, જા, થોડું બક!” એમ કહી તેને કાઢી મુકી. થોડીવાર પછી મંદિરાનંદનો ક્રોધ શાંત થયો, ત્યારે તે વિચાર કરવા લાગ્યો કે, “આજે આટલા દિવસ પછી દાસી આમ કેમ બોલી, કે હું જો આંધળી હોત તો મને રેહેવાને કશી અડચણ પડત નહીં ? એનો અર્થ શું ? શી ભયાનક વાત એ બોલી ગઇ ! હાય ! મેં એની આ વિશેષ વાત નહીં સાંભળી, અને એમને એમ કેમ કાઢી મૂકી એ ઠીક થયું નહીં.”

મંદિરાનંદના મનમાં સંદેહે ઘર કીધું. સંદેહ એકવાર ઉપસ્થિત થયો તો તે દિનપ્રતિદિન વૃદ્ધિ પામે છે. તુચ્છ વાત, જેમાં પહેલે તે લક્ષ પણ દેતા નહોતા તેમાં હવે તેણે લક્ષ દેવા માંડ્યું, દરેક વાતમાં શંકા આવવા લાગી. નોકર પાસથી પાણી માંગે ને જરા વાર લાગે તો મંદિરાનંદના