પૃષ્ઠ:Savita-Sundari.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪

મનમાં તુરત સંદેહ ઉપજતો હતો. આ રીતે કેટલાક દિવસ વિતિ ગયા. તથાપિ મંદિરાનદ કોઈને મોઢે સ્પષ્ટ વાત બેાલી શકતા નહોતા. પણ મધુરિમા ને નોકર વચે વાતચિત થતી, પ્રતિપદ ધ્વની મનોયોગથી સાંભળતા ને તેનોજ તર્કવિતર્ક કર્યા કરતા હતા. કદિમદિ મંદિરાનંદના મનમાં આવતું હતું કે, “એ સર્વ મિથ્યા વાત છે; ને દાસીએ ક્રોધિત થઈને આ ગપાષ્ટકીગોળો ગબડાવ્યો છે; વળી સંદેહમાં પડતા કે કોણ જાણે, ખરૂં પણ કેમ ન હોય ? સ્ત્રીચરિત્ર કોણ જાણે છે?” આ રીતે મંદિરાનંદનું મન ચકડોળે ચઢ્યું હતું.

એક દિવસે એવું બન્યું કે કોઇએ બહારનો દરવાજો ઠોક્યો. ચાકર તો પેહેલાથીજ બજારમાં ગયો હતો, એટલે મધુરિમાએ ઉઠીને બારણાં ઉઘાડ્યાં. કોઈ તરૂણ પુરૂષે ઘરમાં પ્રવેશ કીધો ને મધુરિમા સામું જોઈને હસ્યો. મધુરિમા પણ તેને જોઈને હસી. પછી બારણાની બાજુએ મધુરિમાને બોલાવીને ખુલ્લા શબ્દથી તે કંઇ બોલ્યો. પછી મધુરિમાએ ધિમાસથી દરવાજો