પૃષ્ઠ:Savita-Sundari.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫

બંધ કર્યો ને પછી ધીમે ધીમે બંને ઘરમાં ગયાં. મધુરિમા સ્વાભાવિક રીતે પગ ધીમે ધીમે ઉઠાવતી હતી, ને તે તરૂણ પણ ધીમે ધીમે જતો હતેા. બંનો પાછલા ઓરડામાં ગયાં, એટલામાં મંદિરાનંદે મધુરિમાને બુમ મારીને પુછ્યું કે, “બારણાપર કોણ છે? ” મધુરિમાએ મ્લાન મોઢે કહ્યું, “કોઇ નથી.” મંદિરાનંદે કહ્યું, “ત્યારે તું સી-ઈ-સી-ઈ કરીને કોની સાથે વાત કરતી હતી ? ” મધુરિમાએ કહ્યું, “ કોઈ સાથે નહીં.” મંદિરાનંદે દિર્ધનિશ્વાસ મુકીને મૌન્ય ધર્યું. પછી મધુરિમા મંદિરાનદ તરફ જરાક જોઈ, જરાક હસી ને ત્યાંથી તુરત ચાલી ગઈ.

રે મધુરિમા, તારા પતિને છેતરવો, તેને ગુપ્તવાતથી અણવાકફ રાખવો એ શું તારા જેવી સન્નારીને યોગ્ય છે ? જે સ્વામિને તું દેવતા તુલ્ય ગણે છે, તો તેના અંધ થવાથી આજે તું તેને સહજ વાતમાં છેતરે છે, એ તારા સ્ત્રી ધર્મમાં ખાંપણ આવે છે. ધૃતરાષ્ટ અંધ હતો, તો પણ પતિને પ્રસન્ન ચિતનો રાખવા માટે ગાંધારી સદા આંખે