પૃષ્ઠ:Savita-Sundari.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પુછ્યું, “આજ તને શું થયું છે ?” સુંદરીએ ફરીથી માતા સામું જોઇને હસવાનો પ્રયત્ન કર્યો, પણ આશાનું રૂપ કૃત્કાર્ય કરી શકી નહીં. ઉલટું હસવાની સાથે બંને આંખોમાંથી દડદડ આંસુઓ પડવા લાગ્યાં. તે જાણે ચાંદની અને મેઘજળ એક સાથેજ ૫ડ્યા હોય તેમ લાગતું હતું. ગુણવંતગૌરી, સુંદરીને પોતાના પાસામાં દાબીને બોલી, “બેહેન, એમ ચિંતા કરીને શું કરશે ? અદૃષ્ટમાં લખેલું કોઇ ફેરવી શકનાર નથી.” પણ માતાનું આ સકરૂણ કેહેવું સાંભળીને સુંદરી પૂર્વ પ્રમાણે વધારે વધારે રડવા લાગી.

સુંદરી ઘણી શ્યાણી કન્યા છે, જન્મથીજ તે પોતાના માતામહને ત્યાં રહી છે. એના પિતાને ચાર સ્ત્રીઓ છે, જેમાં એક સ્ત્રીને એક કન્યાને એક પુત્ર થયો છે, ને એકને માત્ર એક કન્યાજ છે. બાકીની બેને કશું સંતાન થયું નથી. સુંદરીની માતાને માત્ર તેજ એકલી છે, વિગ્રહાનંદ, સુંદરીના પિતા, જે સ્ત્રીને પુત્ર પુત્રી થયાં છે