પૃષ્ઠ:Savita-Sundari.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭


સુજ્ઞ સ્ત્રીઓનો નિત્ય ધર્મ છે કે સ્વામિ સાથે નિષ્કપટભાવથી વર્તવું જોઈયે, ને પોતાનો સંસાર તેજસ્વી કરવા માટે નિરંતર સત્યજ ભાષણ કરવું જોઈયે વખતોવખત એમ બને છે કે કંઈ વાત સ્વામિને નથી કહેવાતી, પણ તે યોગ્ય તો નહીંજ.

મધુરિમા સાધવી સન્નારી હતી; પણ તે જરાક વિચારમાં પાછળ હતી, ને તેથીજ તેના સ્વામીના ઊદ્વેગનું અલ્પકાળ તે કારણ થઇ પડી.

તે થોડીકવાર બીજા ઓરડામાં રહી ને જે પુરૂષ ઘરમાં આવ્યેા હતો તેની સાથે વાતચિત કરી. જ્યારે તે તરૂણ પુરૂષ જવા લાગ્યો ત્યારે તે બોલી, “ભાઇ, જેમ તું આવ્યો છે તેમજ જા, નહીં તો જણાઈ આવશે.” આમ કહીને બહારના બારણા આગળ જઈ તે તરૂણને વિદાય કીધો, પરંતુ બારણું બંધ કરતાં પાછો ચુંઉઉ ચુંઉઉ શબ્દ થયો, એટલે મંદિરાનંદે પુછ્યું, “રે કોણ છે ?” ત્યારે મધુરિમાએ કહ્યું, “ચાકર આવ્યો છે કે નહીં તે જોવાને મેં બારણું ઉઘાડ્યું છે ?”