પૃષ્ઠ:Savita-Sundari.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮


આમ બોલતાં બોલતાં તેણે બારણાં બંધ કીધાં, ને તેટલામાં તુરતજ પાછું બારણું ઠોકાયું, એટલે મધુરિમાએ જઈને ઉધાડ્યું, ને ચાકર સાથે વાતચિત કરતી કરતી તે ઘરમાં આવી. આથી મંદિરાનંદના મનમાં સ્પષ્ટ મનાયું કે “ હવે તે પ્રકટ રીતે આવ્યો ! હાય! "



પ્રકરણ ૧ર મુ.
શયન મંદિરમાં.

[૧]॥ तदलं त्यज्यतामेष निश्चयं पाप निश्चयं ॥

સૂર્ય અસ્ત પામ્યો. જગત્ ગાઢતિમીરાવૃત થઈ ગયું છે – ચોમેર અંધકાર વ્યાપી રહ્યો છે. પણ તેનાથી વિશેષ અંધકાર મંદિરાનંદના હૃદયમાં છવાઈ રહ્યો છે. જગતના અંધકાર સાથે તે પોતાના હૃદયના અંધકારને જાણે એકત્ર કરતા હોય તેમ જણાય છે. અરૂણોદય તે માત્ર હવે


ઢાંચો:Reflsit


  1. * તે બસ છે, આ તજ, નિશ્ચે એ પાપજ છે પાપ