પૃષ્ઠ:Savita-Sundari.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦

બોલાવ્યા, પણ મને ભુખ નથી,” એમ કહીને મંદિરાનંદે વાળું નહીં કીધું. સૌએ વાળું કીધું, સૌ જન પોતપોતાના સયનસ્થાનમાં ગયા, પણ મધુરિમા સ્વામીની સૈયા પાસે બેસીને તેને પવન નાંખવા લાગી. મંદિરાનંદના મનમાં એવોજ વહેમ આવ્યો કે મધુરિમા તેને ઉંઘાડી દેવાને આ પ્રમાણે પવન નાંખે છે; તેથી તે બોલ્યો, “આજે મને કંઈ પવનની જરૂર નથી, મને તાવ આવ્યો છે, ને તાઢ વાય છે. તું હવે સુઇ જા.”

મધુરિમાએ સ્વામિના મસ્તકપર હાથ ફેરવ્યો, તો તાવ ધગધગી રહ્યો હતો. થોડીવારમાં મંદિરાનંદ પણ સુઈ ગયા, પણ તેને નિંદ્રા નહીં આવી, તેથી પલંગમાં ઉઠીને બેઠા થયા, ને વિચારવા લાગ્યા કે, 'આવી સ્ત્રી સાથે હવે કેમ રહેવાશે ?'તે મધુરિમાને વિષધર સર્પણી જેવી જોવા લાગ્યો. થોડીવાર સુધી તે નાના પ્રકારના વિચાર કરીને પછી પ્રકાશપણે બેાલ્યો;

“મધુરિમા, તારા જેવી ગુણવાન સ્ત્રીને આવું કર્મ ઉચિત નથી. તું આવી નિષ્ઠુર થશે એવો