પૃષ્ઠ:Savita-Sundari.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧

મને સ્વપ્નમાં પણ વિચાર નહોતો. હું આંધળેા થયો, સુરદાસ થયો, તેથી મને તો આશા હતી કે તું મારી સારી રીતે સેવા કરશે, પણ તે તો રહ્યું, ઉલટું તેં મારો ત્યાગ કીધો, છેહ દીધો !" આટલું બોલતાં તો મદિરાનંદના નેત્રમાંથી આસું પડવા લાગ્યાં, ને તેના દિર્ધનિશ્વાસથી મધુરિમા જાગી ઉઠી; પણ તે પોતે જાગી છે તે સ્વામિને જણાવ્યું નહીં. તે મુંગી રહીને મંદિરાનંદની વાત સાંભળવા લાગી, તે કંઇ કપટભાવથી સાંભળતી નહોતી, તેના મનમાં કપટ નહોતું, પણ સ્વામિને શી પીડા થાય છે તે જાણવામાં આવે તેટલા માટે તે અબોલ પડી રહી.

વળી મંદિરાનંદ બોલ્યા, “મધુરિમા, ક્ષમા કર, હું તને વૃથા દોષ દઉં છું. એ દોષ તારો નથી, પણ મારા અદૃષ્ટનો જ છે. તેં તો મને તેજ દિવસે વાંચતા અટકાવ્યો હતો, પણ મેં તારૂં કહ્યું માન્યુ નહીં, ને તેથી આંખ ગઇ. મારૂં ભાગ્ય જો સારૂં હોત તો તે દિવસે હું તારી વાત કેમ નહીં માનતે ? મારૂં ભાગ્ય રૂડું હોત