પૃષ્ઠ:Savita-Sundari.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨

તો તું મને શું કામ ત્યાગ કરતે ?પણ મધુરિમા, કદી તારી આંખ ગઈ હોત તો શું હું તારો અનાદર કરતે? શું તારો ત્યાગ કરતે ? કે બીજે સ્થળે લગ્ન કરતે ? મધુરિમા, તને નેત્ર છે ખરાં, પણ મારૂં હૃદય તું જોઇ શકતી નથી કે હું તને કેટલો ચાહું છું. તારા વિના હું જીવી શકું તેમ નથી એ તું જાણતી નથી. તું કહેશે કે, “અંધાને ચાહવાની શી આવશ્યકતા છે ?” એ વાત સત્ય છે. પણ મધુરિમા, તારૂં અંતર તો મૃણાળથી પણ કોમળ છે તે કઠોર-કર્કશ-કઠીણ થશે? તું મને ચાહે છે તેથી નહીં; પણ તારી રીતભાતથી, તારા જ્ઞાનથી હું જાણું છું કે તું કોમળ છે. પણ જો તુ મારૂં અંતરકષ્ટ એકવાર જોય તો તારી ખાત્રી થાય કે હું ત્યાગવા યોગ્ય નથી. તારૂં હૃદયનરમ છે, તેથી કોઇ પરાયો મનુષ્ય હોય તો તેનું કષ્ટ પણ તું સહન કરી શકે નહીં, તો મારૂં કષ્ટ તું જોયા કરે એ માનવા જોગ નથી. મધુરિમા, તારા અધિપતિ તરફ જો, તેનો પ્રેમ જો, તેની દયા કર, પછી સન્નારીના વૃતને લાંછન લગાડ. તેં જે કંઈ કીધું તે માટે હું જરાપણ