પૃષ્ઠ:Savita-Sundari.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩

ક્રોધ કરતો નથી, પણ મારો ત્યાગ નહીં કર. તારા લક્ષાવધિ કોટ્યાવધિ દોષ હોય તો પણ તું મારી છે, મારી અંતરની દાઝ જાણનારી છે. મારી ભાર્યા છે, હું તારો ભર્તા છું,અને તું એમ કહે કે હું તમારીજ છું તો બસ, મારે આત્મા કૃત્યકૃત્ય થયો હું ગણીશ.”

મંદિરાનંદનું આવું કઠોર બોલવું સાંભળી, મધુરિમા સડકજ બની ગઇ. તે કંઇ સમજી નહીં કે એ શું બોલે છે. તેની આંખમાંથી પુષ્કળ પાણી વહ્યા, પણ તે કંઇ બોલી શકી નહીં. બોલવાને તેની હિંમત ચાલી નહીં. જો મધુરિમા બોલી હોત તો તેના સ્વામિના અંતરનો સંતાપ તરત મટત. તેને બોલવા ચાહ્યું, પણ તે મુંગીજ થઇ ગઇ. કહે કે એકવારના સ્વાલ્પઅપરાધથી પ્રભુએ તેની જીભ શિવી લીધી.