પૃષ્ઠ:Savita-Sundari.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪


પ્રકરણ ૧૩ મું.
લગ્ન.


જેહિ દિસિ બૈઠે નારદ ફૂલી,
તેહિદિસિ તેઈ ન બિલેાકેઉ ભૂલી.

કાર્તિક સુદ દ્વાદસીને દિવસે સુંદરીના લગ્ન નક્કી થયા છે. વિગ્રહાનંદ આનંદ સલિલમાં વહી રહ્યા છે, ને વિઘ્નસંતોષીરામ દુઃખમાં ડૂબી ગયા છે. વિગ્રહાનંદપર વિઘ્ન સંતોષીરામને ભારે કોપ થયો છે. તે મનમાં વિચાર કરવા લાગ્યોઃ “વિગ્રહાનંદે તો 'ધરના'નો ઢોંગ કીધો હતો. પ્રથમથી જ તેણે ધરના (મરણ) ધર્યો હોત તો મારી આબરૂની અવદશા આજ થતે નહીં, ને મારા કુળને આજે ઘરડે ઘડપણ લાજ લાગતે નહીં.”

ગેાકુળરાયજી આખો દિવસ વિવાહના કાર્યમાં રોકાઇ રહ્યા હતા, એટલે તેને પોતાના બનેવી પાસે જઇને કંઈ વાતચિત કરવાને વખત મળ્યો નહોતો સર્વ રીતની લગ્ન સામગ્રી તૈયાર થઈ હતી. મંડપ પણ ઠીક શણગાર્યો હતો. આવતી