પૃષ્ઠ:Savita-Sundari.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫

કાળે લગ્ન છે, આજે દેવઉઠી એકાદશી છે. એ આખી રાત વિઘ્નસંતોષીરામને નિદ્રા આવી નહોતી. તેના મનમાં તો ખાત્રી હતી કે સુંદરી સાથે કાલે સંઝ્યા કાળના તેનો હાથેવાળો મળશે. “જીયાવર તોરણે આવ્યા” ને “બાળાવર ઘોડલે ચઢ્યા,” એવા મંગળગીત જાનડીઓ ગાશે તેનો ઊત્સાહ તેના મનમાં અપાર છે; પણ વગર પહેરામણીએ પરણવું પડશે એ વિચારથી તે મનમાં બળ્યા કરે છે. વિગ્રહાનંદને, તો મનમાંથી હજારો હજાર ગાળો દે છે, તેને માટે હાથ પગ પછાડે છે, તેનું મોઢું જોતાં દાંત નથી તો પણ હોઠ પીસે છે, ને મનમાં કહે છે કે તે “મૂવો કાં નહીં, કે મારે વગર દ્રવ્યે કન્યા પરણવી પડત નહીં.”

લગ્ન દિવસે બ્રાહ્ણોણેના રીવાજ પ્રમાણે વિઘ્નસંતોષીરામે અને વિગ્રહાનંદે ઉપવાસ કીધો હતો. ચાર વાગ્યા કે બીજા ઘરમાં તેડી જઇને વરરાજાને નવડાવ્યા, ને લુગડાં પહેરાવ્યાં; ને હાથમાં નાળિયેર લઇને તેઓ માહેરામાં આવીને બેસવા માટે તૈયાર થઇ રહ્યા, ધીમે ધીમે ન્યાત