પૃષ્ઠ:Savita-Sundari.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬

જ્યાતના મનુષ્યો તથા દોસ્તદાર ભાઈબંધ આવી પહોંચ્યા. સૌ વિઘ્નસંતોષીરામનું ફુટડું રૂપ જોઇને મનમાં બહુ હસતા હતા. માથાપર ગોળમટોળ ગાગેર જેવી પાઘડી પહેરાવી દીધી હતી, ને લાલ જામો તથા પટકો લટકાવી દીધાં હતાં. પાન ખાતા ને પચપચ પિચકારી મારતા હતા ને નાકમાંથી સડક સડક સડુકા ભરતા હતા તે જોઇને સર્વે કહેતા કે, “વાહ: વરરાજાના ભાગ્યનો તો પાર નથી.” લગ્નકાળ રાત્રિના હતો વખત ઘણો હતો. તેવામાં જે કોઈ આવતા તે સર્વે વરરાજાને બનાવતાજ આવતા હતા. વિઘ્નસંતેાષીરામની ઠઠા મશ્કરીનો પારાવાર હતો. કોઈ આવીને કહેતા કે, “કમ પંડ્યાજી, તમારી ફોઇયે તમારૂ નામ ઠીકજ રાખ્યું છે ! નામનું સાર્થક કરજો. તમારા ઘર કંઇ જેવા તેવા નથી, પુરાણા છે પુરાણા ! ” બીજો કેહેતો, “ અરે પંડ્યાજી તો બાંકા છે બાંકા, દેખોની એમની પાઘડીમે કીતને ટાંકા હૈ !” તીજો કેહેતો કે, “ પંડ્યાજીને ત્યાં તો ગાયકવાડ મહારાજ આવશે ! ને તે કન્યાદાન દેશે !” આમ