પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
રાત માતાકા પેટ

કેવી સ્થિતિમાં ! એક ક્ષણ બોલતાં વાર લાગે તો છપ્પન ટૂકડા થતાં વાર ન લાગે. હવે હ્યાં તે શો જવાબ દે ?

મણી તો ધ્રૂજવા લાગી. મોતીની ઈન્દ્રિયો પણ બહેર મારી ગઈ. પણ ઉપાય શો ! ઉપાય વગર રક્ષણ નથી ને રક્ષણ ન કરે તે કમોતે મરે !

“બડા શયતાન ! લ્યાનત હૈ તુઝપર કે હમેરા મુલ્કમેં કૂછ કારન બિના હલ્લા કિયા, તો લે તુઝે એહી નતીજા મીલના ચઈયે;” એમ બોલનાર એક સ્વારે ઘા કરવા તરવાર ઉગામી. મોતીનો ઘોડો આથી ચમકીને થોડાંક કદમ પાછો હઠ્યો.

“ખબરદાર ! એકભી કદમ પીછા હઠા તો તેરા છપ્પન ટુકડા હોનેમેં દેર લગને વાલી નહિ.”

“રબકી ખાતર, કુછ હમેરા સુનો;” મોતી, જીવ સટાસટનો સોદો જોઈને જેમ તેમ કરતી બોલી.

“ક્યા કહેના હે, બોલ, તુ ક્યા પિંડારા નાહિ?” એકદમ નવરોઝ ને સુરલાલ બંને નજીક આવી પહોંચી સવાલ કીધો.

“નવાબકી રૈયતકું મારનેકા હુકમ તુઝે કીન્ને દિયા હૈ, નવરોઝ ?” નવરોઝને જોતાં ને સાથે સુરલાલને જોઈ ઘણી હીમતથી મોતી બેગમ બોલી.

નવરોઝ પોતાનું નામ સામા સ્વારથી સાંભળી, એકદમ ચકિત થયો અને સુરલાલ પણ આશ્ચર્ય પામ્યો.

“મેં એ સ્વર બહોત દફે સુણ્યો છે !” નવરેઝ ચકિત થતો બોલ્યો.

“અને મારા કાનમાં પણ તેની મોહિની ચાલુ જ છે;” પ્રેમના ઉમળકાથી સુરલાલે શબ્દ કહાડ્યો. “મિયાન ! મિયાન ! તરવાર ને બંદુકનું કંઈ કામ નથી, સઘળા દૂર જાઓ.”

“નહિ, સુરલાલ કશી જરૂર નથી. તમે તમારું કામ કરવામાં તૈયાર થાઓ. ચલો અમે પણ તમારી સાથે છિયે.” મણી જ્યારે સધળું ભય દોઢ ગાઉ દૂર નાસી ગયું ત્યારે ઘોડાને એડી મારી આગળ આવીને બોલી. “મરાઠાનો કાલનો હલ્લો ને લૂટ ઘણી જબ્બર થનારી છે, માટે તેની હકીકત લક્ષમાં લઈ સૌએ પોતાનું કામ ચલાવવાનું છે.”