પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
પ્યારની વૃદ્ધિ

કેમ કિલ્લો છોડીને નીકળી અને શું શું થયું છે તે વિસ્તારી કહેવાનો સમય નથી. આવવાનું કારણ તું જાણે જ છે. ટુંકામાં એટલું જ તારે જાણવાનું છે કે, અમે મરાઠાની છાવણીમાં જઈ આવી તેએાના મનસૂબા સારી પેઠે જાણી શક્યાં છિયે. પણ નવરોઝ ! તું જણાવશે કે, તાારી સ્વારી શી રીતે અકસ્માત આવી પહોંચી ? તું કિલ્લામાં હતો, તેમાંથી શી રીતે છૂટો થયો ?”

“મહાતાબ નૂરની બેગમ મોતી !” નવરોઝે નમન કરી, મોતીને માન આપતાં ખુલાસો કીધો. “કિલ્લામાંથી તમે બે જણ બહાર પડ્યા પછી મારા મનમાં, તેમ જ નવાબના મનમાં મોટી ચટ૫ટી થવા માંડી ને અમે અવશ્ય ધાર્યું કે, અકસ્માતથી તમે કોઈ પણ સ્થળે ઘેરાઈ જશો, આથી હું ને નવાબ બન્નો બીજી ગમના નદીપરના દરવાજામાંથી બહાર નીકળી પડ્યા અને સામે પાર થઈને ખાડીમાં આવી ઉતર્યા. અહીંથી એક છુપા જાસૂસે ડચ-વલંદા-લોકોની કોઠીમાં મળેલી સભામાં મને જવાની સૂચના આપી અને હું ત્યાં ગયો. પણ કર્મ સંજોગે નવાબ ને મારો સંબંધ તૂટી ગયો. તેઓ કોઈ બીજી બાજુએ ગયા છે, તે આપણને આવી મળવા જોઈયે.”

“શું નવાબ-મારો દિલોજાન બહાર મેદાન પડ્યો છે, નવરોઝ ? એ તો બહુ આશ્ચર્યની વાર્તા છે. જો એ મળી જાય ને આ કીર્તિના કામમાં સામેલ થાય તો કેવું સારું ? તેનું નામ ને અમર કીર્તિ હંમેશને માટે પ્રદીપ્ત રહેશે.”

“મને સંપૂર્ણ આશા તો છે કે, આ પ્રસંગમાં મોટો ભાગ લેવા માટે તે ઘણી જલદી આવી પહોંચવા જોઈએ;” આમ બોલતાં દમ બાંધીને કૂચ કરતાં બેગમપુરા વટાવીને, સ્વતંત્ર રાજ્યના યુદ્ધ માટે, ને શત્રુનો નાશ કરવા માટે, શૂરા યોદ્ધાઓ નવાબના મહેલની લગભગ આવી પહોંચ્યા.

અહીંઆ આવીને નવરોઝ અને સુરસાલે સૈન્યના બે વિભાગ પાડી, દરેકને પોતાની સરદારી નીચે લીધા. સઘળાને જોઈયે તેવા પ્રકારે ઉત્તેજનના