પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
પ્યારની વૃદ્ધિ

આળસુઓને ઉઠાડવાને માટે પાછો જોરમાં ડંકા ઠોકવામાં આવ્યો, ત્યારે થોડાકો આંખ ચોળતા બહાર નીકળ્યા, ને કેટલાક ઉઠેલા પાછા લેટી ગયા.

બહિરોજી, મોરોપંત, તાનાજી માલુસરે, હરપ્રસાદ, વિશ્વાસરાવ વગેરે સરદારો ઘણા ગભરાયા. જેટલા થોડા તૈયાર હતા, તેમને હથિયાર સજવાનો તાકીદે હુકમ કીધો. લશ્કરનો કેટલોક ભાગ જુદી જુદી દિશામાં વહેંચાઈ ગયો હતો.

હવે વખત હતો નહિ, નાગરિક સૈન્ય સામું આવી પહોંચ્યું હતું. તેણે એકદમ જોરમાં કીકીયારી પાડી, મરાઠી લશ્કરમાં ખળભળાટ કરી મૂકયો.

આ પ્રમાણે આપણી વાર્તાના યુદ્ધ સંગ્રામના મથકને દેખાવ છે. પણ એક ક્ષણમાં શું થનારું છે, તેને માટે કંઈ પણ કહી શકાતું નથી. આપણી નાયિકાના મનમાં નક્કી હતું કે, થોડીક ક્ષણમાં બંને સૈન્યોની સામસામી ભેટ થઈ જશે. આ કંઈ નિયમિત સંગ્રામ નહોતો. નહોતા મોરચા મારેલા, નહિ વ્યૂહ રચના, નહિ સરદાર, કે નહિ સારાં શસ્ત્ર; પણ કેળવાયલા લશ્કરને વિશેષ ભયનું કારણ હતું તે એ જ કે બીનકેળવાયલું લશકર ઉમંગી ને મરવાના રસ૫ર હતું; કવાયદી લૂટારા લશ્કર સાથે એક બીનકેળવાયલા લશ્કરની ભેટ હતી.અકસ્માતથી આવેલો, શિવાજીના લશ્કરને ભય હતો; સામાસૈન્યનું જોર ઘણું જણાતું હતું; હુમલાને પાછે હઠાવવાને હવે મજબૂત સમય હાથમાં નહોતો અને સામા લશ્કરની સંખ્યા માલમ નહોતી. વળી બુમો પડતી તેમાં “જય માતભવાની”ને “અલ્લા અકબર” બંને ધ્વનિ સાથે સંભળાતા, તેથી બે જાતનું લશ્કર છે, એમ મરાઠાએને સમજાયું. પણ તે બહારનું છે કે નવાબનું છે, તેનો નિશ્ચય થયો નહિ, તેમ કમનસીબથી થોડીક લૂટ મોકલાવી દઈને થોડાક માણસો પણ શિવાજીએ રવાના કીધા હતા ને ઘણા માણસો શહેરમાં વિખરાયેલા પડ્યા હતા. ટાઢ કહે કે મારું કામ, થાક પણ પુષ્કળ લાગેલો, આગલા દિવસની માંહેમાંહેની મારામારીમાં કેટલાક માણસ ઘવાયલા આમ તેમ પડેલા હતા, તેવામાં શિવાજીની “કેવલરી”